Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સુરતના બે વેપારી ડ્રાઈવરને ચપ્પુની અણીએ રાખી તસ્કરોએ 2.41 કરોડની લૂંટ ચલાવી

બારડોલી:મહારાષ્ટ્રના જલગાંવથી ટાટા સફારીમાં સુરતના બે વેપારી ડ્રાઈવર સાથે રોકડા રૂ. ૨.૪૧ કરોડ લઈને નીકળ્યા હતા. નાણાં અમદાવાદના વેપારીને આપવા જતા રસ્તામાં નવાપુરથી પીંપલનેર જતા રોડ ઉપર ઈનોવા ગાડીમાં આવેલા છ અજાણ્યા શખ્સોએ સફારી ગાડી આંતરી બંદુક અને ચપ્પુની અણી વડે ડ્રાઈવર સહિત ત્રણેયને નગ્ન કરી રોકડા રૂ. ૨.૪૧ કરોડ લૂંટી જતાં ચકચાર મચી છે. નવાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર અમદાવાદના વેપારી કમલેશ રજનીભાઈ શાહના મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી રૂ. ૨,૪૧,૫૦,૦૦૦ લેવાના હતા. જે નાણાં લેવા માટે સુરતથી ટાટા સફારી (નં.-એમએચ-૧૯-બીયુ-૯૦૦૯) માં ડ્રાઈવર શૈલેષ ધ્વારકાભાઈ પટેલ (રહે. અલથાણ, અમૃત સોસાયટી, સુરત) બે વેપારી હરીશભાઈ પટેલ અને મેહુલભાઈ પટેલ સાથે જલગાંવ ગયા હતા. 

(6:02 pm IST)