Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

વડોદરા મનપાએ ગેરકાયદે જોડાણ કાપવાની શરૂઆત કરી 92 જોડાણ કાપ્યા

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પાણીના ગેરકાયદે જોડાણો કાપવાની શરૃઆત કરી છે. જેમાં આજે ૯૨ જોડાણો કાપી નાંખવામાં આવ્યા હતા.

આજવાથી આવતી પાણીની લાઈન સાથે ગેરકાયદે જોડાણો જોડીને પાણીની ચોરી કરવામાં આવે છે. જેના લીધે પૂર્વ વિસ્તારમાં પાણી પુરતા પ્રેશરથી મળતુ નથી. કોર્પો.ની ટીમે આજવાથી આવતી લાઈનમાંથી ત્રણ ઇંચની પાણીની લાઈનના બે કનેકસન સિકંદરપુરા ગામ બસ સ્ટેન્ડ સામેથી કાપી નાખ્યુ હતુ.

શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૬૩ જોડાણો અને ૬ ઈંચની લાઈન કાપી સપાટો બોલાવી દીધો હતો. જેમાં હરણી ખાતે સત્વ હાઈટસની ૬ ઈંચની લાઈન કાપી હતી. હરણી સેન્ડલ વૂડ સોસાયટીના ચાર, સિધ્ધેશ્વર હેરિટેજના પોણાની લાઈનના ૩૦ અને શ્રી હરિ રેસિકોમના ૧૫ જોડાણો કાપી નાંખ્યા હતા.

(6:01 pm IST)