Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં વાનમાં દારૂની હેરાફેરી થતી અટકાવી પોલીસે બેને ઝડપ્યા

વડોદરા:શહેરના મકરપુરા જીઆઈડીસીમાં ગત રાત્રે વાનમાં  વિદેશી દારૃ લઈને પસાર થઈ રહેલા બે યુવકોની માંજલપુર પોલીસે ધરપકડ કરી હતી. 

શહેરના મકરપુરા જીઆઈડીસીમાં ટેમ્પો ચોકડી પાસેથી ગત રાત્રે બે યુવકો કારમાં વિદેશી દારૃ સાથે પસાર થવાના છે તેવી બાતમીના પગલે માંજલપુર પોલીસના પોકો લાલભા અને હરપાલસિંહે ઉક્ત સ્થળે વોચ ગોઠવી હતી. રાત્રે ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી મારૃતિ ઓમની વાનને પોલીસે આંતરીને તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૃની બે લીટરની ૫ બોટલ તેમજ બિયરના ૫ ટીન મળ્યા હતા. 

વિદેશી દારૃ સાથે ઝડપાયેલા માંજલપુર વિસ્તારના મારૃતિધામની બાજુમાં આવેલી ચિત્રકુટ સોસાયટીમાં રહેતાં પરીન હસમુખભાઈ કડેચા (મિસ્ત્રી) અને સમીર વ્રજલાલ ખંભાયતા (મિસ્ત્રી)ની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેઓની પાસેથી દારૃનો જથ્થો અને વાન સહિત ૬૮ હજારથી વધુની મતા જપ્ત કરી હતી. 

(6:01 pm IST)