Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

અમદાવાદ: મહિલાનું બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી પતિને બીભત્સ ફોટા મોકલનાર બે સાઇબર ક્રાઇમના સકંજામાં

અમદાવાદ:ફેસબુક પર એક મહિલાનું બનાવટી એકાઊન્ટ બનાવી તેના પતિને બિભત્સ મેસેજ મોકલનારા બે શખ્સોની સાયબર ક્રાઈમ સેલએ ધરપકડ કરી છે.

 આ બનાવની વિગત મુજબ ફેસબુક પર નરોડા વિસ્તારમાં રહેતી એક વ્યક્તિની પત્નીનું અજાણ્યા શખ્સોએ બનાવટી એકાઉન્ટ બનાવ્યું હતું. બાદમાં આ એકાઉન્ટથી મહિલાના પતિને બિભત્સ મેસેજ મોકલીને તેને પરેશાન કરવામાં આવતો હતો. આથી તેણે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

 આઅંગે સાયબર ક્રાઈમ સેલના પી.આઈ.વી.બી.બારડ અને તેમની ટીમે તપાસ હાથ ધરીને બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં નરોડામાં રહેતા કરણ ઉર્ફે રાકેશસિંગ તોમર અને તેના મિત્ર પવન મહેશસિંગ પરીહારનો સમાવેશ થાય છે.

 પોલીસના જણાવ્યા મુજબ બન્ને શખ્સો એક જ વિસ્તારમાં રહે છે અને ખાસ મિત્રો છે.  બન્ને આરોપી ફરિયાદ કરનાર વ્યક્તિની પત્નીના પિયરના રહેવાસી છે. આથી આ દંપતીને પરેશાન કરવા તેમણે આ કૃત્ય કર્યું હોવાનું પુછપરછમાં પોલીસને જણાવ્યું હતું.

(6:00 pm IST)