Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

અમદાવાદના બાવળામાં મહિલા ડોક્ટર પાસેથી લાંચ લેનાર સુપ્રિડેંન્ટની ધરપકડ

અમદાવાદ:બાવળામાં ગાયનેક મહિલા ડૉક્ટર પાસેથી રૂા. ૮૦૦૦ની લાંચ લેતા હેલ્થ સેન્ટરના સુપ્રિટેન્ડેન્ટ ઝડપાયા છે. પોલીસ તપાસમાં પાર્ટ ટાઇમ સેવા આપતાં ગાયનેક મહિલા ડોક્ટરનું બીલ પાસ કરાવવા માટે લાંચ લીધી હતી.

બાવળામાં કોમ્પુનિટી હેલ્થ સેન્ટરમાં મહિલા ગાયનેક ડોક્ટર સેવા આપતા હતા જેના બદલામાં તેમને વેતન આપવામાં આવતું હતું. આ વેતન મેળવવા બીલ પાસ કરવા માટે બાવળા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અને અમદાવાદ સાયન્સસિટી રોડ પર સ્પર્શ રેસિડેન્સીમાં રહેતા ડૉક્ટર કમલેશકુમાર રામભાઇ રામે રૂા. ૮૦૦૦ની માંગણી કરી હતી. જેને લઇને ગાયનેક મહિલા ડોક્ટરે એસીબીમાં અરજી કરી હતી, જેથી આજે એસીબીની ટીમે બાળવા કોમ્પુનિટી હેલ્થ સેન્ટરમાં છટકુ ગોઠવીને સુપ્રિટેન્ડેન્ટને રંગેહાથે ઝડપી પાડીને તેઓની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:00 pm IST)