Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

અમદાવાદના નવરંગપુરમાં ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડી આઠ શખ્સોની ધરપકડ કરી

અમદાવાદ:નવરંગપુરામાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર પોલીસે દરોડો પાડીને આઠ શખ્સોની ધરપકડ કરી હતી. તોમની પાસેથી પોલીસે રૃ. ૯૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રેવન્યુ વિભાગમાંથી બોલતા હોવાનું જણવીને વિદેશી નાગરિકો પાસેથી નાણા પડાવતા હતા : ૯૪ હજારનો મુદ્દામાલ કબજે

નવરંગપુરામાં ગુજરાત વૈભન પ્રેસની બાદમાં આવેલા જુના હિલ્ડીંગમાં એક ઓફિસમા ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હોવાની માહિતીને આધારે નવરંગપુરા પોલીસે અહીં દરોડો પાડયો હતો.

અહીંથી પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરીને ૮ મોબાઈલ, ૪ રાઉટર, મેજીક જેક ડિવાઈસ ૮ સીપીયુ વગેરે મળીને રૃ. ૯૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:59 pm IST)