Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ખેડા-અમદાવાદ નજીક બાઈક ચાલકે કાબુ ગુમાવતાં સર્જાયેલ અકસ્માતમાં બીજા બાઈક ચાલકનું મોત

ખેડા:થી અમદાવાદ માર્ગ પર અમદાવાદ તરફ જતાં એક બાઈક ચાલકે પોતાની બાઈક પરનો કાબુ ગુમાવતાં બાજુમાં ચાલતી બાઈક સાથે બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અમદાવાદના યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ માતર તાલુકાના સોખડામાં રહેતાં મુકુંદભાઈ ડાહ્યાભાઈ પરમાર પોતાની મોટરસાઈકલ નં જીજે ૦૭ બી એસ ૮૧૨૨ લઈને ખેડા થી અમદાવાદ તરફ જઈ રહ્યાં હતાં. ને.હા નં ૮ પર મલ્હારપુર પાટીયા પાસે તેમણે પોતાની મોટરસાઈકલ પરથી કાબુ ગુમાવતાં તે સ્લીપ ખાઈ બાજુમાં રોડ પર ચાલી રહેલી મોટરસાઈકલ નં જીજે ૨૩ એએચ ૮૮૪૪ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. 

આ અકસ્માતમાં મોટરસાઈકલ નં જીજે ૨૩ એએચ ૮૮૪૪ ના ચાલક સુરજકુમાર સુરેશભાઈ નાયક (રહે. અમદાવાદ)નું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ અંગે પ્રકાશભાઈ જયંતિભાઈ નાયરની ફરીયાદને આધારે ખેડા પોલીસે મુકુંદભાઈ પરમાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:55 pm IST)