Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

વિજયભાઇની આઇએએસ વાઇવ્ઝ વેલ્ફેર એસો. નવરાત્રિ ગરબા ઉત્સવમાં ઉપસ્થિતી : આરતી ઉતારી

 ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આદ્યશકિતની આરાધનાંના પર્વ નવરાત્રિ નિમિત્તે રાજયના સનદી અધિકારીઓના પરિવારજનો દ્વારા આયોજિત આઇ એ એસ વાઇવ્ઝ વેલ્ફેર એસોસિએશન નવરાત્રિ ગરબા ઉત્સવમાં ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.. વિજયભાઈ રૂપાણીએ માં જગદંબા ની આરતી ભકિત ભાવ પૂર્વક કરી હતી અને ગરબા નિહાળ્યા હતા.એસોસિએશન ના પ્રમુખ અને મુખ્ય સચિવ ડો.જે એન સિંહના ધર્મપત્ની તેમજ મુખ્ય સચિવએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.  આ ઉમંગ અવસરમાં  રાજયના   વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ અને પરિવારજનો જોડાયા હતા  (૪૦.૪)

 

(3:45 pm IST)