Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

વડોદરામાં બાઈક સવાર પરિવારને ટ્રકચાલકે અડફેટે લેતા ત્રણ વર્ષની બાળકીનું કરૂણમોત

બાળકીના પિતાને ગંભીર ઇજા -માતાએ પગ ગુમાવ્યો

વડોદરા: શહેરના માંજલપુર જીઆઈડીસી રોડ પર એક પરિવારને અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે બાઈક પર સવાર પરિવારને અડફેટે લેતા અકસ્માતમાં 3 વર્ષની બાળકીનું મોત થયું છે. જયારે  બાળકીના માતા પિતાને પણ ગંભીર ઈજા પહોચી હતી. માતાના પગ પર ટ્રકનું પૈડું ફરી વળતાં તેણે પોતાનો પગ ગુમાવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોચી ગઇ છે. અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે

(2:03 pm IST)