Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

હાલોલ જીઆઈડીસીમાંથી રેશનીંગના કેરોસીનમાં કેમિકલ ભેળવી સફેદ કરવાનું કૌભાંડ ઝડપાયું

200 લીટર ભૂરા કેરોસીન્સ આઠે કેમિકલ ભરેલા 180 બેરલ,118 ખાલી બેરલ સહિતનો મુદામાલ જપ્ત

પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઇડીસીમાંથી રેશનિંગના કેરોસીનને કેમિકલમાં ભેળવી સફેદ કરવાનું કૌભાંડ ઝડપાયું. જીઆઈડીસીના પ્લોટ નંબર 930 માંથી આ કેમિકલ કૌભાંડ ચાલતું હતું. જેમાં એક  શખ્સની ધરપકડ થઈ છે. 200 લીટર ભૂરા કેરોસીનની સાથે કેમિકલ ભરેલા 180 બેરલ મળી આવ્યા હતા  118 જેટલા ખાલી બેરલો, ભઠ્ઠા ચલાવવાની ગેસની સગડીઓ અને 4 બોટલો પણ મળી આવી. બાતમીને આધારે એસ.ઓ.જી.એ દરોડા પાડીને કાર્યવાહી કરી છે. પોલીસે પ્લોટને સિલ કરી રસાયણની જોખમ કરતા બાબતની તપાસ કરવા માટે કેમિકલ સેમ્પલો લેબમાં મોકલ્યા છે.

(2:01 pm IST)