Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

દહેજની કંપનીમાં સફાઈ કરતી વેળાએ ટેન્ક પરથી 20 ફૂટ નીચે ગબડતા કામદારનું મોત

દહેજની ખેતાન કેમીકલ કંપનીમાં કામ કરી રહેલા એક કામદારનું મોત નિપજ્યું છે કામ કરતાં એસિડ ટેન્ક ઉપરથી પટકાતા મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.

  આ અંગે જાણવા મળતી વિગત મુજબ દહેજ જીઆઈડીસીમાં આવેલી ખેતાન કેમિકલ નામની કંપનીમાં એક કામદાર એસિડના ટેન્ક ઉપર સફાઇની કામગીરી કરી રહ્યો હતો. તેવામાં કોઈ કારણોસર તેનું સંતુલન નહીં રહેતાં 20 ફૂટ નીચે પટકાયો હતો. બાદમાં પટકાયેલા કામદારને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

 

(6:10 pm IST)