Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગ વ્યવહારને અસર:રાજ્યના સ્ટેટ હાઇવે -15, નેશનલ હાઇવે-1 અને પંચાયત હસ્તકના 130 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટીંગ : રાજકોટ અને જામનગરના અનેક ગામો જળબંબાકાર : રાજ્યમાં સરેરાશ 64.44 વરસાદ પડ્યો

અમદાવાદ :રાજયમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 541.31 મી.મી. થયો છે. જે સરેરાશ વરસાદના 64.44 ટકા થયો છે. આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતલબ કે 12 કલાકમાં 15 તાલુકાઓમાં 100 મી.મી. વરસાદ થયો છે. તે પૈકી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં 504 મી.મી., રાજકોટ તાલુકામાં 323 મી.મી., ધોરાજી તાલુકામાં 208 મી.મી., કોટડા સાંઘાણી તાલુકામાં 190 મી.મી., ગોંડલ તાલુકામાં 166 મી.મી., પડઘરી તાલુકામાં 170 મી.મી., જામ કંડોરણા તાલુકામાં 131 મી.મી. તથા જામાનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં 367 મી.મી. તથા જામનગર તાલુકામાં 112 મી.મી. વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રાજયના સ્ટેટ હાઇવે -15, નેશનલ હાઇવે-1 અને પંચાયત હસ્તકના 130 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયા છે. જેમાં મુખ્યત્વે જામનગર અને રાજકોટ જિલ્લાના માર્ગ વ્યવહારને અસર થઇ છે.

જામનગર જિલ્લાના કાલાવાડ, જોડિયા, જામનગર ગ્રામ્ય, જામનગર શહેરના તાલુકાઓમાં જુદા જુદા કુલ 8 ગામોમાં ફસાયેલા 64 વ્યકિઓની બચાવ તથા સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત જણાંતા એરલીપ્ટ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં 16 વ્યક્તિઓને એરલીફ્ટ કરીને સલામત સ્થળે ખસેડવામાં આયા છે. અને અન્ય 48 વ્યક્તિઓને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડયા છે. આ સિવાય જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં એરલીફ્ટની કામગીરી ચાલુમાં છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ એન.ડી.આર.એફ.ની 3 ટીમ જામનગર ડીપ્લોય કરવામાં આવી છે અને એસ.ડી.આર.એફ.ની 2 ટીમ જામનગર જિલ્લામાં રવાના કરવામાં આવી છે. તથા વધુ 5 ટીમ ભારત સરકાર પાસેથી મંગાવવામાં આવી છે. એસ.ડી.આર.એફ.ની મડાણા અને ગાંધીનગર 2 ટીમ રાજકોટ માટે રવાના કરવામાં આવી છે. વધુમાં જામનગર શહેર ખાતે નેવીની 2 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી ધ્યાને લઇને અધિક મુખ્ય સચિવ ( મહેસુલ )ના અધ્યક્ષ સ્થાને વધુ અસરગ્રસ્ત જિલ્લા રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્રારકાના કલેકટર તથા સિંચાઇ, આઇ.એમ.ડી., ઇસરો, એનર્જી જેવા લાઇન ડીપાર્ટમેન્ટ સાથે વેબિનારથી મીટીંગ કરવામાં આવી હતી. જરૂર જણાયે કોસ્ટ ગાર્ડ તથા નેવી ડિપાર્ટમેન્ટની મદદ લેવા માટે પણ સંબંધિત જિલ્લા કલેકટરને જણાવવામાં આવ્યું છે.

6748 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા

અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 2553, જામનગર જિલ્લામાં 3966, પોરબંદર જિલ્લામાં 224, જૂનાગઢ જિલ્લામાં 5 મળીને કુલ 6748 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

રાજકોટ તથા જામનગર જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

જિલ્લો           તાલુકો     વરસાદ
જામનગર      કાલાવડ     176 મી.મી.
જામનગર      ધ્રોલ            165 મી.મી.
જામનગર     જોડિયા       137 મી.મી.
જામનગર    જામનગર     979 મી.મી.
રાજકોટ     લોધિકા        136 મી.મી.
રાજકોટ    ગોંડલ          124 મી.મી.

(12:20 am IST)