Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજ્યમા ભારે વરસાદના કારણે 159 રસ્તાઓ બંધ : 1 નેશનલ હાઈવે, 13 સ્ટેટ હાઇવે અને 130 પંચાયત હસ્તકના માર્ગો બંધ

જામનગરમાં કાલાવાડમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ :મોટાભાગના રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ થયા

અમદાવાદ :  રાજ્યમા ભારે વરસાદના કારણે 159 રસ્તાઓ બંધ થયા છે, જેમાં 1 નેશનલ હાઈવે, 13 સ્ટેટ હાઇવે અને 130 પંચાયત હસ્તકના માર્ગો બંધ થયા છે. જામનગરમાં કાલાવાડમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ થયો છે. આ મોટાભાગના રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે…વરસાદને કારણે રાજ્યમાં રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

(10:14 pm IST)