Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભારે વરસાદથી જનજીવનને માઠીઅસર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી શાહને સૌરાષ્ટ્રની સ્થિતિ અંગે જાણ કરી : એનડીઆરએફની વધારે ટીમની માંગ કરી

રાજકોટમાં સાડા સત્તર ઈંચ વરસાદ નોંધાતા સ્થળ ત્યાં જળની સ્થિતિ

અમદાવાદ :સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈ લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. રાજકોટમાં સાડા સત્તર ઈંચ વરસાદ નોંધાતા સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. રાજકોટના લોધિકામાં છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા છે. જૂનાગઢના વિસાવદરમાં 14 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવડમાં પણ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા આફતમાં વધારો થયો છે.

રાજ્યના ચાર તાલુકામાં 12 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 20 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 55 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જો કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર અને રાજકોટમાં સ્થિતિ ખુબ જ ખરાબ છે. એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી સૌરાષ્ટ્રની સ્થિતિ અંગે જાણ કરી હતી. તેમણે એનડીઆરએફની વધારે ટીમની માંગણી કરી હતી. હાલ સૌરાષ્ટ્રમાં તો સ્થિતિ બેકાબુ છે જ પરંતુ સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવતા તંત્રને સ્ટેન્ડ ટુ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ ઉચ્ચ અધિકારીઓને આગોતરી તૈયારીઓ કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે

(6:51 pm IST)