Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સુરતમાં કોરોનાકાળમાં ધંધો નહીં ચાલતા કાપડના ત્રણ વેપારીએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

સુરત : શહેરમાંકોરોના કાળ દરમિયાન કપડાનો ધંધો બરાબર નહી ચાલતા આર્થિક સંકડામણ અનુભવતા યુવાન વેપારીએ શનિવારે બપોરે  દુકાનમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. જ્યારે સરથાણામાં માનસિક બિમાર યુવાને  અને સચિનમાં પ્રેશરની તકલીફથી કંટાળીને વૃધ્ધાએ આત્મહત્યા કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કામરેજના વાવ ગામમાં ચંદ્રદર્શન રેસીડેન્સીમાં રહેતા 38 વર્ષીય ભાવેશ ભીમજીભાઇ રણપરીયા સરથાણામાં યોગી આક્રેડમાં ભાંડાથી કપડાની દુકાન ચલાવતો હતો. શનિવારે બપોરે દુકાનમાં નોકરી કરતી મહિલા જમીને દુકાને આવી ત્યારે તે ફાંસો ખાધેલી હાલતમાં હતો. મહિલાએ ભાવેસના પરિવારના સભ્યોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. પોલીસે કહ્યુ કે ભાવેશ મુળ ગીર સોમનાથના ગીરગઢડાના વડવીપાળા ગામનો વતની હતો. તેનો ધંધો કોરોનાકાળમાં બરાબર ચાલતો ન હોવાથી નણાંકીય તકલીફ પડતી હોવાથી આ પગલુ ભર્યુ હતુ. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજા બનાવમાં સરથાણામા વ્રજચોક પાસે મેધમલ્હાર રેસીડેન્સીમાં રહેતા 27 વર્ષીય રાહુલ લક્ષ્ણણભાઇ નવાપરાએ શનિવારે બપોરે  ઘરે છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હતો. પોલીસે કહ્યું કેરાહુલ મુળ અમરેલીનો વતની હતો. તેને સંતાનમાં છ માસનો પુત્ર છે. તે હીરાની કંપનીમાં ઉંચા પગારે નોકરી કરતો હતો. તેને એક માસથી માનસિક તકલીફ શરૃ થઇ હતી. 10 દિવસથી મોટા વરાછામાં રહેતા ભાઇને ઘરે રહેતો હતો. ગઇ કાલે તે સી.એ.ને ફાઇલ આપવાનું કહીને સરથાણા ખાતે ઘરે ગયો હતો. બાદમાં તેણે આ પગલુ ભર્યુ હતુ. બનાવ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ઘરી છે. ત્રીજા બનાવમાં સચીન-ભેસ્તાન રોડ પર અંબિકા સોસાયટીમાં રહેતા 75 વર્ષીય વત્સલાબેન ઝાવરૃભાઇ પાટીલ છેલ્લા કેટલાક સમયથી પ્રેશરની બિમારીથી પીડાતા હતા. તેથી નાસીપાસ થઇને ગત સવારે ઘરમાં રૃમની બારીના લોખંડના સળિયા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ અંગે સચિન પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:55 pm IST)