Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સુરત:સચિન કંસાડ વિસ્તારમાં એક રૂમમાંથી આધેડની કોહવાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરનાસચિન કંસાડ ખાતે આવેલ એક ખંડેરવાળી રૂમમાંથી ગઈ કાલે સાંજે એક આઘેડનો કોહવાય ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે મૃતદેહ દુર્ગંધ આવવા લાગતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન કંસાડ ખાતે આવેલ ઉમંગ રેસીડેન્સી સામે આવેલ એક ખંડેરવાળી રૂમમાંથી ગત સાંજે દુર્ગંધ આવતી હતી તેથી ઉમંગ રેસીડેન્સીના સિક્યુરિટી ગાર્ડ સહીત સ્થાનિક લોકોએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને રૂમમાં તપાસ કરતા એક યુવકનો કોહવાયેલી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ટી-શર્ટ અને ચશ્માના આધારે અને તપાસ દરમિયાન મૃતકની ઓળખ કલ્પેશકુમાર બિપીનચંદ્ર પારેખ (ઉ.વ.47) તરીકે કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવકને દારૂ પીવાની કુટેવ હતી. દારૂની કુટેવને કારણે ઘણા વર્ષથી પત્ની અને બાળક પણ તેને છોડીને ચાલ્યા ગયા હતા, ત્યારથી જ તે એકલો રહેતો હતો.સચિન વિસ્તારમો રહેતો અને સચિન ફેક્ટરીમાં નોકરી કરતા હતા તેનો ભાઈ તેને જમવાનું પણ પહોંચાડતો હતો.

(5:54 pm IST)