Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

માણસ તાલુકાની અંબોડ નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલ બે યુવકોનો પાણીમાં ગરકાવ થઇ જતા અરેરાટી મચી જવા પામી

માણસા: તાલુકાના સમૌ ગામ ના યુવાનો આજે ગણેશ વિસર્જન માટે અંબોડ નદીએ ગયા હતા અને ગણપતિ વિસર્જન કરતા હતા તે સમયે બે યુવકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા તેમને ડૂબતા જોઈ નદી કિનારે હોહા મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરવામાં આવતા ફાયરની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બન્ને યુવકોના મૃતદેહ બહાર લાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા તો આ બાબતે પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના સમૌ ગામે રહેતા ઠાકોર શ્રવણકુમાર રઘાજી ઉંમર આશરે ૧૬ વર્ષ અને રાવળ ચિરાગ ભરતભાઈ ઉંમર આશરે ૧૮ વર્ષ આજે બપોરે તેમના ગામમાંથી લોકો ગણેશ વિસર્જન માટે અંબોડ ગામ થી પસાર થતી સાબરમતી નદીમાં ગણેશ  વિસર્જન કરવા માટે જઈ રહ્યા હતા તેમની સાથે આ બંને યુવાનો પણ અંબોડ નદીએ ગયા હતા અને ત્યાં જઈ ગણેશ વિસર્જન કરી બીજા યુવાનોની સાથે આ બંને યુવકો નાહવા માટે નદીમાં ગયા હતા અને નદીના કિનારાથી થોડે દૂર જતા નદી ના ખાડામાં ભરાયેલા પાણીમાં ડુબવા લાગતા નદી કિનારે ઉભા રહેલા લોકોએ બંને ને બચાવવા માટે બૂમાબૂમ કરી દીધી હતી પરંતુ આ બંને યુવકો નદીના ઊંડા પાણીમાં વધુને વધુ ગરકાવ થવા લાગતા કોઈએ આ બાબતની જાણ માણસા ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના સિધ્ધરાજસિંહ તથા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે કલાકની ભારે જહેમત બાદ આ બન્ને યુવકોના મૃતદેહ બહાર લાવ્યા હતા તો ઘટનાની જાણ થતા પોલીસ પણ આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમે બંને મૃતદેહ પોલીસ કાર્યવાહી માટે સોંપ્યા હતા તો આજે અંબોડ નદીમાં બનેલી ગોઝારી ઘટના સંદર્ભે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ નદીની રેતીને ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરી વેચવામાં આવે છે જેના કારણે નદીમાં ઠેરઠેર ૨૦ થી ૪૦ ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે અને જ્યારે ચોમાસાની તુમાં પાણી છોડવામાં આવી છે તેવા સમયે આ ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે નદીમાં સ્નાન કરવા માટે ગયેલા શ્રદ્ધાળુ આ ઊંડા ખાડાનો કોઈ અણસાર આવતો નથી જેના કારણે દર વર્ષે અહીં પાણીમાં ડૂબવાથી અનેક લોકો મૃત્યુને ભેટે છે અને સરકારમાં  આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં પણ નદીની રેતી ચોરી કરનારા તત્વો બેફામ બની રહ્યા છે જેને કારણે આવી દુઃખદ ઘટનાઓ બનતી રહે છે. 

(5:52 pm IST)