Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પ્રાંતિજના એપ્રોચ રોડ નજીક સોસાયટીમાં શ્વાન રાખવા બાબતે બે પાડોશી બાખડ્યા

પ્રાંતિજ: શહેરના એપ્રોચ રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં શ્વાન રાખવા બાબતે પાડોશી વચ્ચે તકરાર થઇ હતી. જેમાં ધમકી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને પિતા પુત્ર સામે પોલીસ મથકમાં લેખિતમાં પોલીસ ફરિયાદ કરાઇ છે. પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટીમાં રહેતા પટેલ મંદાકિની બહેન ભરતભાઈ દ્વારા પોતાના પડોશમાં રહેતા પટેલ ઈન્દ્રવંદન ભાઇ (સોમાભાઈ) રામાભાઇ તથા પટેલ રામાભાઇ મગનભાઈ પિતા-પુત્ર ઉપર કૂતરો રાખવા બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તથા સોસાયટીના પ્રમુખ-મંત્રીને લેખીતમાં ફરીયાદ કરી હતી. મંદાકિનીબહેન પટેલ દ્વારા ફરીયાદમાં જણાવ્યુ હતુ કે પડોશી દ્વારા પોતાના ઘરે હડકાયો કૂતરો રાખતા દિવસરાત ભસ ભસ કરતા અમારા પરિવાર સહિત સોસાયટીના રહીશોની ઉંઘ હરામ થઇ ગઈ છે. રાત્રિ દરમિયાન કુતરા સતત ભસતા હોવાથી પાડોશીઓને ખલેલ પહોંચી રહ્યો છે. આ મામલે વાંરવાર રજુઆત કરવામાં આવી હતી છતાં ઉપેક્ષા કરવામાં આવી હતી. કુતરો છુટો મુકી દઇશની ધમકી આપી અપશબ્દો કહેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને સોસાયટીના પ્રમુખ અને મંત્રી સામે પોલીસ મથકમાં રજુઆત કરાઇ છે.

(5:52 pm IST)