Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાધનપુર પોલીસ સ્ટેશનની સામે શોપિંગ સેન્ટરમાં એકજ રાતમાં સાત દુકાનના તાળા તૂટ્યા

રાધનપુર: શહેરના પોલીસ સ્ટેશન ની સામે આવેલા ક્રિષ્ના આર્કેટ નામના શોપીંગ સેન્ટરમાં એક જ રાતમાં સાત દુકાનો તેમજ હાઈવેની એક દુકાનનું શટર તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. એક જ રાતમાં શહેરની આઠ દુકાનોના શટર તોડી તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયત્ન કરાયાની ઘટના બનતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપ્યો હતો.

રાધનપુર શહેરમાં મુખ્ય પોલીસ સ્ટેશન સામે આવેલ ક્રિષ્ના આર્કેટ નામના શોપીંગ સેન્ટરમાં તા.૧૧ મી સપ્ટેમ્બરની મોડી રાત્રે બે અજાણ્યા તસ્કરો દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને શોપીંગ સેન્ટરમાં આવેલ ૪ રેડીમેડ તેમજ ત્રણ અન્ય દુકાનો ના આમ સાતેક દુકાનોના શટરોને નીચેથી તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરવનો પ્રયત્ન કર્યો હતો. સદ નસીબે સાત દુકાનો પૈકી માત્ર બે દુકાનોમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. જ્યારે હાઈવે પરના હિન્દુસ્તાન શોપિંગ સેન્ટરમાં આવેલ અનાજની દુકાનનું શટર તોડી તસ્કરો દ્વારા ચોરીની કોશિશ કરવામાં આવી હતી. રાત્રી દરમિયાન બે તસ્કરો શોપિંગ સેન્ટરમાં દુકાનોના શટર તોડતા સીસીટીવી ફુટેજમાં દેખાતા હતા. શોપિંગ સેન્ટરમાં તસ્કરો દ્વારા સાત દુકાનના શટર તોડી ચોરી કરવાની કોશિશ કર્યા બાબતે શોપિંગ સેન્ટરના તમામ વેપારીઓ દ્વારા પોલીસ સ્ટેશન જઈ લેખિત ફરિયાદ આપવામાં આવી હતી રાધનપુર શહેરમાં તસ્કરો દ્વારા એક જ રાત્રે આઠ દુકાનોના શટર તોડી ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હોવાની જાણ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

(5:51 pm IST)