Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

... તો શું ભૂપેન્દ્રભાઇ પટેલના મુખ્યમંત્રી બનવા પાછળ આનંદીબેન પટેલનો હાથ!

ગુજરાતના રાજકારણમાં ફરી વધી રહ્યું છે આનંદીબેનનું કદ! ભૂપેન્દ્રભાઇ પટેલના મુખ્યમંત્રી બનવા પાછળ 'બેન'નો હાથ હોવાની ચર્ચાઃ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના બેન સાથે છેલ્લા ત્રણ દાયકાથી રાજકીય અને વ્યકિતગત સંબંધો છે : ગુજરાતને મળ્યા ૧૭માં CM, ભૂપેન્દ્ર પટેલ પર ચૂંટણીમાં પાર્ટીને ફરી સત્તા પર લાવવાની જવાબદારીઃ CM બનેલા ભૂપેન્દ્રએ કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તેમને હંમેશા બેનનો આશીર્વાદ મળ્યો

નવી દિલ્હી, તા.૧૩: ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પટેલની મોહરથી એક વાત નક્કી થઈ ગઈ છે કે પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજયપાલનું પદ સંભાળી રહેલા આનંદીબહેન પટેલનો રાજયના રાજકારણમાં કદ વધી રહ્યું છે. જેમાં તેઓ ડ્રાઇવિંગ સીટ પર રહેશે.

ભુપેન્દ્ર પટેલને ગુજરાત ભાજપમાં આનંદીબેન પટેલના જૂથના માનવામાં આવે છે. તેમના બેન સાથે છેલ્લા ત્રણ દાયકાથી રાજકીય અને વ્યકિતગત સંબંધો છે. બેનની રાજકીય કારકિર્દીમાં ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યથી મંત્રી અને પછી મુખ્યમંત્રી સુધીના પ્રવાસના દરેક તબક્કે સતત સહયોગી રહ્યા છે. હવે ભૂપેન્દ્ર સીએમ બનવા પાછળ સ્થાનિક રાજકારણમાં બેનનો હાથ હોવાની ચર્ચાઓ છે.

ગુજરાતના નવા સીએમ માટે ભૂપેન્દ્ર પટેલનું નામ ફાઇનલ થતાં જ તેમના દ્યરથી ભાજપ કાર્યાલય સુધી ઉજવણી શરૂ થઈ છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ તેમજ આનંદીબેન પટેલનો મુખ્યમંત્રી પદ માટે ચૂંટાવા બદલ આભાર માન્યો હતો. ભૂપેન્દ્રએ કહ્યું કે તે પોતાને નસીબદાર માને છે કે તેમને હંમેશા બેનનો આશીર્વાદ મળ્યો છે. ભૂપેન્દ્રએ એમ પણ કહ્યું કે તેમને કોઈ અણસાર નહોતો કે તેમને મુખ્યમંત્રી પદ મળશે.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો તેમાં આનંદીબેનનો સપોર્ટ જોવા મળ્યો છે. ૨૦૧૦માં જયારે બેન ગુજરાત સરકારમાં મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે ભૂપેન્દ્ર પટેલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૫માં તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન પણ બન્યા હતા. ૨૦૧૭માં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર એ જ દ્યાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જયાંથી આનંદીબેન લડતા હતા.

ગુજરાતના રાજકીય વર્તુળોમાં આગામી ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર મુખ્યમંત્રી બનતા આનંદીબેનનું કદ વધશે તેવી ચર્ચા છે. ભાજપ અને આરએસએસના સમર્પિત કાર્યકર ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે. પાટીદારો ભાજપથી નારાજ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ પર ચૂંટણી જીતીને પાર્ટીને ફરી સત્ત્।ા પર લાવવાની મોટી જવાબદારી રહેશે.

(3:49 pm IST)