Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વિજયભાઇ ગુજરાતના વિકાસને ઉંચાઇએ લઇ ગયા

'સબ કા સાથ સબકા વિકાસ' સાચા અર્થમાં કરી બતાવેલઃ કોઇપણ વ્યકિત તમને મળવા જાય ત્યારે પુરતુ માન આપતાઃ હરીશ લાખાણી

શ્રી વિજયભાઇ રુપાણીના ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા આપણે સૌ રાજ્કોટવાસીઓને મોટી ખોટ પડશે. રાજકોટના કોઈપણ વ્યકિત તેમને મળવા જાય ત્યારે વિજયભાઇ તેમની ભૂમીમાંથી આવેલ છે એ જાણીને પૂરતું રિસ્પેકટ આપતા અને બને તેટલો સપોર્ટ પણ કરતાં. કોરોના સમયે તેમના હાર્ડ વર્કને કારણે જ ગુજરાતમાં કોરોનાના કેસો કંટ્રોલમાં રહેલા. બાકી જેટલું લેણું હોય તેટલું જ મળે. નરેન્દ્રભાઇ તેમને નાના ભાઈ તરીકે રાખતા અને રાજકોટ પર નરેન્દ્રભાઈને પણ ખૂબ પ્રેમ હતો કેમ કે  તેઓ સૌપ્રથમ મુખ્યમંત્રી તરીકે રાજકોટથી જ ચુંટાઈને ગયેલ અને પછી દેશના વડાપ્રધાન બનેલ.

રાજકોટમાં એમ્સ અને નવું ઇંટરનેશનલ એરપોર્ટ બનવા તેમજ નર્મદાનું પાણી મળેલ આ બધુ વિજયભાઈના કારણે જ રાજકોટમાં શક્ય બન્યું છે. વિજયભાઈએ તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન ખૂબ જ પરિશ્રમ કરીને ગુજરાતનાં વિકાસને ખૂબ ઉચાઈએ લઈ ગયા. તેમણે એક સારા વહીવટકર્તા અને બિઝનેસમેનની જેમ પ્રેકિટકલ રહીને ગુજરાતનો વિકાસ કરેલ અને સબકા સાથ સબકા વિકાસ સાચા અર્થમાં કરી બતાવેલ. તો આ રાજ્કોટવાસી માટે ખરેખર દુખદ સમાચાર છે કે વિજયભાઈએ રાજીનામું આપી દીધેલ છે. જ્યારે જ્યારે સૌરાષ્ટ્રમાં થી કોઈ મુખ્યમંત્રી બનેલ ત્યારે ત્યારે સૌરાષ્ટ્રમાં બહુ કામ થયેલ છે અને ગુજરાતનો પણ સારો વિકાસ થયેલ છે.

સરકાર કોઈપણ પક્ષની આવે પણ મેનેજમેન્ટની જ વેલ્યૂ છે, હમેશા મેનેજમેન્ટ વિઝન સાથે હોય તેજ  રાજ્યને આગળ લાવે છે. એક ગુજરાતી તરીકે તમે જે રીતે ગુજરાતને વિશ્વમાં નામના આપવી તેને માટે સૌ ગુજરાતીઓ આપણાં સદા ઋણી રહેશે. આપ આવી જ રીતે ભવિષ્યમાં ગુજરાતની સેવા કરતાં રહો તેવી પ્રાર્થના સહ. 

જાણીતા ઉદ્યોગપતિ

શ્રી હરીશ લાખાણી

મો. રાજકોટ

(3:49 pm IST)