Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વલસાડના ઔરંગા નદીના ઓવારા પૂજા સામગ્રીનો ઢગ ખડકાયો: પાલિકા દ્વારા પૂજા સામગ્રી ન હટાવાતાં ભક્તોની લાગણી દુભાઈ

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ શહેરમાં ગણપતિ વિસર્જન કરવાના ઔરંગા નદીના ઓવારા ઉપર બે દિવસથી પૂજા સામગ્રી એમ ને એમ પડી રહેતા ભક્તોની લાગણી દુભાઈ રહી છે. વલસાડ પાલિકાએ પૂજા સામગ્રીઓ યોગ્ય નિકાલ કર્યો નથી.વલસાડ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બંદર રોડ સ્થિત ઔરંગા નદીના કિનારે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા ગોઠવી છે. ગણેશ સ્થાપન કરતા ભક્તો કેળ, શેરડી, તુલસી, ફૂલો સહિતની સામગ્રીઓનો પૂજામાં ઉપયોગ કરતા હોય છે. આ પૂજા સામગ્રીને નદીમાં વહેવડાવવાની માન્યતા હોય છે. પરંતુ પાલિકા દ્વારા પૂજા સામગ્રીને નદીમાં વહેવડાવવાનો ઇનકાર કરી ઔરંગા નદીના કિનારે મુકાવાઈ હતી. પાલિકાએ તેનો યોગ્ય રીતે નિકાલ કરવાનું ભક્તોને જણાવ્યું હતું. પરંતુ બે દિવસ થવા છતાં આવી પૂજા સામગ્રીઓનો નિકાલ થયો નથી. જેને કારણે ભક્તોની લાગણી દુભાઈ રહી છે.

(3:23 pm IST)