Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

નવસારીમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો

જમાલપોર, ઈટાળવા ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

નવસારીમાં શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બપોર બાદ અહીં વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં આવેલા જમાલપોર, ઈટાળવા ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે શરૂ થતાં અને વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે પવન સાથે વરસાદ વરસતાં વિઝીબિલિટી ઓછી હોવાના કારણે વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(11:53 pm IST)