Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ પાઠવી

ગુજરાત રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ નાં સોપાનો સર કરે એજ શુભકામનાઓ..

અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેને ટ્વિટ કરી ગુજરાતના નવા મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી છે. આનંદીબેન પટેલે ટ્વિટ કરતા લખ્યું, ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા વિધાનસભા લોકપ્રિય પ્રતિનિધિ ભુપેન્દ્રભાઈ પટેલ ની નિયુકતી બદલ કોટી કોટી શુભકામનાઓ.તેઓ નાં અનુભવી નેતૃત્વ માં ગુજરાત રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ નાં સોપાનો સર કરે એજ શુભકામનાઓ.... અભિનંદન...જય જય ગરવી ગુજરાત.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમાં પાટીદાર મુખ્યમંત્રી છે. આ પહેલા બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલ રાજ્યની ધૂરા સંભાળી ચુક્યા છે.

(10:54 pm IST)