Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

વડોદરાની કોવીડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળી : તમામ દર્દીઓ સહી સલામત

વડોદરાની વાઘોડિયા  ખાતે  આવેલ પારુલ કોવીડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડની બાજુમાં આવેલ ઓક્સીઝન પ્લાન્ટમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ છે,ટીવી ચેનલોના અહેવાલ પ્રમાણે 8 દર્દીઓ ત્યાં હતા તેમને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયેલ છે શોર્ટ સર્કિટને લીધે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે

 

(11:48 pm IST)