Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

બગોદરામાં અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લાની મિટિંગમાં વિરમગામ તાલુકા આગેવાનોએ હાજરી આપી

સમાજ શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરે, નવા શિક્ષણ સંકુલો ઉભા થાય તે અંગે અમદાવાદ જીલાના સામાજિક આગેવનોએ ચર્ચા વિચારણા કરી

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા (વિરમગામ)
તસવીર- રસીક કોળી (રૂપાવટી)

બગોદરામાં અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લાની મિટિંગમાં વિરમગામ તાલુકા આગેવાનોએ હાજરી આપી હતી. અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લાની મિટિંગમાં કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં સમાજ શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરે, નવા શિક્ષણ સંકુલો ઉભા થાય તે અંગે અમદાવાદ જીલાના સામાજિક આગેવનોએ ચર્ચા વિચારણા કરી હતી. આ મીટીંગમાં આ શંકરભાઇ વેગડ, કનુભાઈ કોળી, લાલજીભાઇ મેર, હરિભાઈ, ભરતભાઈ, સાગરભાઈ, અશોકભાઈ, રમેશભાઈ, ભક્તિરામભાઈ, ભાઈરામભાઈ , રાયમલભાઈ, વાડીલાલભાઇ, પોલાભાઇ સહિત આગેવાનો અને યુવાનો હાજર રહ્યાં હતાં.

(11:06 pm IST)