Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

અમદાવાદના ઈતિહાસમાં પ્રથમવાર સાબરમતી નદીમાં ગણેશજીની એક પણ પ્રતિમાનું વિસર્જન કરાયું નહીં

આશરે 50 હજારથી વધુ મૂર્તિનું રિવરફ્રન્ટ પર તેમજ અન્ય સ્થળોએ બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જ વિસર્જન

 

અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત સાબરમતી નદીમાં ગણેશજીની એક પણ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું નથી. ત્યારે શહેરીજનોના સાથ સહકારને લઈને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહારાએ આભાર માન્યો હતો.

વર્ષે આશરે 50 હજારથી વધુ મૂર્તિનું રિવરફ્રન્ટ પર તેમજ અન્ય સ્થળોએ બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં વિસર્જન થયું છે. જયારે વખતે સંખ્યાબંધ ગણેશ પંડાલે સ્થાપના સ્થળે વિસર્જનનો માર્ગ અપનાવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગણપણતી ના વિસર્જન ને લઈને લોકો ના સાથ સહકાર ને આવકર્યો હતો અને અમદવાદ વાસીઓ નો આભાર માન્યો હતો.

 સામાન્ય રીતે દર વર્ષે મૂર્તિઓના વિસર્જન બાદ નદી અને તેની આસ પાસ ના નદીના પટમાં ગણેશજીની ખંડિત પ્રતિમાઓનો તથા પૂજાપાનો ખડકલો જોવા મળે છે. જે નદી અને તેના પટમાં ગંદકી નું સામ્રાજ્ય ફેલાવે છે. જેથી છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશજીની પ્રતિમાને કૃત્રિમ નિર્મિત કુંડ માં પધરાવવા નો અને popની જગ્યાએ માટીના ઇકો ફ્રેંડલી ગણેશજી ની મૂર્તિઓનો વિશેષ ક્રેઝ જોવા મળ્યો હતો. જેમાં ઘણા લોકોએ તો પોતાના ઇકો ફ્રેંડલી ગણેશજીને ઘરે પોતાના કુંડા માં વિસર્જન કરાવ્યુ હતું.

(11:29 pm IST)