Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ગાંધીનગરમાં સે-2માં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોથી સ્થાનિક રહીશોને હાલાકી: મનપાદ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતા લોકોને દુર્ગંધ યુક્ત પાણી વચ્ચે રહેવાની નોબત આવી

ગાંધીનગર: શહેરના સેક્ટર-૨૨માં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો સ્થાનિક રહિશો માટે આફત બની છે. જે અંગે અવાર નવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી નહીં કરાતાં સતત વહી રહેલાં દુર્ગંધ યુક્ત પાણી વચ્ચે વસવાટ કરવાની નોબત આવી છે.

ગાંધીનગર શહેરને સ્માર્ટ સીટી બનાવવા માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના જુના સેક્ટરોમાં હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો સ્થાનિક રહિશોનો કરવો પડી રહ્યો છે. સેક્ટર-૨૨માં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો સ્થાનિકો માટે પણ શીરદર્દ બની ગઇ છે. જૈન દેરાસર પાછળ  સતત દુર્ગંધ યુક્ત પાણી વસાહતી વિસ્તારમાં વહેતુ હોવાના કારણે અવર જવર કરતાં રહિશોને પણ પારાવાર હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે. 

(6:01 pm IST)