Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના પગલે ખડોલ-વાંટડા નજીકનો માર્ગ ડીપ તૂટી જતા અવરજવર ખોરવાઈ: તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

અરવલ્લી:જિલ્લામાં સર્વત્ર હળવાથી ભારે વરસાદ વરસી રહયો છે.જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા પંથક ખાતે નોંધાયો.પંથક સહિત ઉપરવાસમાં ગત મંગળવારના રોજ થયેલા ભારે વરસાદ બાદ પંથકના વાંઘા ભારે પાણીથી ઉભરાયા હતા.

તાલુકાના ખડોલ થી સુકા વાંટડા જવાના માર્ગે આવેલ ડીપ ઉપર ફરી વળેલા પાણીને લઈ ડીપ તૂટી જતાં માર્ગ ઉપરનો વાહન વ્યવહાર અટવાયો હતો.ડીપ તૂટતા પંથકના 15 ગામોની અવર જવર પ્રભાવીત બની હતી.જયારે તંત્ર ને જાણ થતાં આ ડીપનું સમારકામ હાથ ધરાયું હતું.

(6:00 pm IST)