Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

નર્મદા ડેમ પુરો ભરવો એ અમારો અધિકાર છેઃ મધ્યપ્રદેશની કમલનાથ સરકાર નર્મદા ડેમ વિરોધી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે બપોરે પત્રકાર પરીષદને સંબોધન કર્યુઃ નર્મદા ડેમ મામલે મધ્યપ્રદેશની સરકાર ઉપર તીખા પ્રહારોઃ નર્મદા ડેમ પુરો ભરવો એ અમારો અધિકાર છેઃ મધ્યપ્રદેશથી પાણીની ભરપુર આવક થઇ રહી છેઃ ડેમનું પાણી છોડવું એ પણ અમારી મજબુરી છેઃ મધ્યપ્રદેશ સરકાર વિસ્થાપીતોને મામલે આડી ચાલે છેઃ અત્યાર સુધી ઢીલુ વલણ અપનાવ્યું, કશુ કામ કર્યુ નથી, ત્યાંની કોંગી સરકાર નર્મદા મામલે હવનમાં હાડકા નાંખે છેઃ ૭ વર્ષ સુધી કોંગ્રેસી સરકારે ડેમના દરવાજાને લઇને રાજકારણ રમ્યે રાખ્યું હતું: વિસ્થાપીતોને ગુજરાત સરકારે પુરેપુરી રકમ આપી દીધી છે.

(3:54 pm IST)