Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

આણંદમાં જુદા-જુદા બે સ્થળે પોલીસે દરોડા પાડી 10 જુગારીઓની અટકાયત કરી

આણંદ:ના વિધી પાર્ટી પ્લોટ નજીક ખુલ્લામાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. જેથી આ બાતમી સ્થળે દરોડો પાડતા પાંચ ઈસમો જુગાર રમતા રગેહાથ ઝડપાઈ ગયા હતા. આ તમામ ઈસમોમાં  રાવજીભાઈ મોહનભાઈ પરમાર, શૈલેષ ભાઈલાલભાઈ ગોહેલ, કનુભાઈ ગોરધનભાઈ ગોહેલ, શશીકાન્ત જ્યંતિભાઈ મકેવાન, ભરત રાવજીભાઈ વાઘેલા, શૈલેષ સોમાભાઈ વસાવાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઈસમોની અંગઝડતી અને દાવ પરથી ૪,૦૨૦ની રોકડ મળી આવી હતી. 

જ્યારે આ ઘટનામાં પોલીસને શૈલેષ વસાવા, કનુભાઈ ગોહિલ અને શશિકાન્ત મેકવાન દારુના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ ઈસમો સામે પ્રોહિબીશન અને પાંચ ઈસમો સામે જુગારધારા મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:07 pm IST)