Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

મોડી રાત્રે વડોદરામાં મિત્ર સાથે પત્નીને રંગે હાથે પતિએ ઝડપી પાડી

વડોદરા:પાદરામાં આવેલા અરિહંત કોમ્પલેક્સમાં પત્નીને તેના મિત્ર સાથે  પતિએ રંગે હાથ મોડી રાત્રે ઝડપી પાડતા ભારે હોબાળો થયો હતો. આ અંગે પોલીસે પતિની ફરિયાદના આધારે પત્ની અને તેના મિત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતિ મુજબ વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર ગીતાંજલી સોસાયટીમાં રહેતા ગીરીશભાઇ રાવજીભાઇ રોહિત પાદરા તાલુકાની કંપનીમાં ફરજ બજાવે છે. તેમના દસ વર્ષ પહેલા પાદરાના અરીહંત કોમ્પલેક્સમાં રહેતી રશ્મિકા સાથે લગ્ન થયા હતાં. જો કે પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધો હોવાની શંકાએ વારંવાર પત્ની સાથે ગીરીશભાઇને અણબનાવ થતો હતો.

(6:06 pm IST)