Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

બોરસદના બનેજડામાં આડા સંબંધને લઈને ઠપકો આપતા ઢોર માર

બોરસદ:તાલુકાના બનેજડામાં ગઈકાલે રાત્રીના સુમારે પુત્રીના આડા સંબંધ અંગે ઠપકો આપનારને ચાર જણાએ ગડદાપાટુનો તેમજ માથામાં લોખંડની કોસ મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઘનશ્યામભાઈ શનાભાઈ રાવળે નજીકમાં જ રહેતા ચંદુભાઈ ઉર્ફે કાભઈભાઈ મંગળભાઈ રાવળને તેમની પુત્રીના આડા સંબંધને લઈને ઠપકો આપ્યો હતો જેથી ચંદુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. તેમનું ઉપરાણું લઈને અરવિંદભાઈ ભાનુભાઈ ઠાકોર, ભાનુભાઈ મથુરભાઈ ઠાકોર તેમજ ભરતભાઈ ભાનુભાઈ ઠાકોર આવી ચઢ્યા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. અરવિંદભાઈએ પોતાની પાસેની લોખંડની કોસ માથામાં મારી દેતાં તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. 

(6:06 pm IST)