Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

સોજીત્રા તાલુકામાં ફળિયામાં જુગાર રમતા 4 શખ્સોની રોકડ સાથે ધરપકડ

સોજીત્રા: તાલુકાના ઈસણાવ ગામે આવેલી ભઠ્ઠીવાળા ફળિયામાં આજે બપોરના સુમારે પોલીસે દરોડો પાડીને ચાર જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડીને ૨૪૧૦ની રોકડ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર આજે બપોરના સુમારે સોજીત્રા પોલીસને હકિકત મળી હતી કે, ઈસણાવ ગામે આવેલા ભઠ્ઠીવાળા ફળિયામાં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે છાપો મારતા ભુપેન્દ્ર ઉર્ફે ભોલો હરમાનભાઈ બારૈયા, ચીમનભાઈ ઈશ્વરભાઈ બારૈયા, સંજયભાઈ ફતેસિંહ પરમાર તથા અરવિંદભાઈ ડાહ્યાભાઈ રોહિત ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી ૬૮૦ અને અંગજડતીમાંથી ૧૭૩૦ મળીને કુલ ૨૪૧૦ની રોકડ મળી આવતાં તે જપ્ત કરવામાં આવી હતી. 

(6:05 pm IST)