Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

આંકલાવના ગંભીરમાં પ્રેમી યુગલે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આંકલાવ: તાલુકાના ગંભીરા ગામના બ્રીજ નીચે આવેલા એક ઝાડ સાથે પાદરા તાલુકાના આભોલ ગામના પ્રેમીપંખીડાએ લટકી જઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના સુમારે ગંભીરા ગામેથી પસાર થતી મહિસાગર નદીના બ્રીજ પાસે આવેલા ઝાડીઝાંખરામાં ખેડૂતે એક ઝાડ સાથે યુવક અને યુવતીને લટકેલી હાલતમાં જોતાં જ તુરંત જ ગામના સરપંચના જાણ કરી હતી. તેઓએ તુરંત જ આંકલાવ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ તપાસ કરતા પાદરા પોલીસ મથકની હદ આવતી હોય પાદરા પોલીસને જાણ કરતા તેઓ પણ આવી ચઢ્યા હતા. યુવક અને યુવતીને નીચે ઉતારીને તપાસ કરતાં બન્ને મરણ ગયા હતા. યુવકની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેના આધારે યુવક આભોલ ગામના વાઘરીવાસમાં રહેતો મંગળભાઈ વાઘરી અને યુવતી સીતાબેન વાઘરી હોવાનુ ંખુલવા પામ્યું હતુ. 

(6:03 pm IST)