Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

માતર તાલુકામા પ્રેમજાળમાં ફસાવી યુવતીને ભગાડી લઇ જઈ અત્યાચાર ગુજારનાર વિરુદ્ધ ગુનો દાખલ

માતર: તાલુકાના એક ગામની ૧૫ વર્ષીય કિશોરીને બે વર્ષ અગાઉ માતરના એક રીક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. અને તેની સાથે જાતિય અત્યાચાર કર્યો હતો. આ બાબતે માતર પોલીસમાં પોસ્કો મુજબ ગુનો દાખલ થયો હતો. આ કેસ નડિયાદના એડિ.સેસન્સ એન્ડ સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં કેસ ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને કસુરવાર ઠેરવી પોસ્કોની કલમ ૬ મુજબ ૧૨ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. 
આ અંગે મળતી માહિતી મુજબ માતર નજીક બોરપુરા સીમ આવેલી છે. આ સીમમાં રહેતાં ૨૩ વર્ષીય સંજયભાઈ બાબુભાઈ તળપદા રીક્ષા નં જીજે ૦૧ ડીવી ૯૭૮૮ ફેરવીને ગુજરાન ચલાવે છે. બે વર્ષ અગાઉ તાલુકાના એક ગામની ૧૫ વર્ષીય કિશોરી તેના સંપર્કમાં આવી હતી. અવારનવાર તેની રીક્ષામાં બેસતી હોઈ બંને વચ્ચે પરિચય વધ્યો હતો. સંજયે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. અને તા.૬-૯-૧૬ ના રોજ આ કિશોરી તેની રીક્ષામાં આવી ત્યારે અન્ય કોઈ મુસાફર રીક્ષામાં ન હતો. રીક્ષામાં પેટ્રોલ ખુટી ગયું છે. ચાલ આપણે ઘરે જઈ લઈ આવીએ તેમ કહી તે કિશોરીને તેના ઘરે લઈ ગયો હતો. અને એકલતાનો લાભ લઈ તેની પર જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. બાદમાં અમદાવાદ વગેરે સ્થળોએ ફેરવીને ત્યાં પણ તેની મરજી વિરૂધ્ધ અત્યાચાર ગુજારી ચાર દિવસ બાદ કિશોરીને છોડી દીધી હતી. 

(5:59 pm IST)