Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

અખબારોની વિજ્ઞાપન પોલીસીની ક્ષતિ દૂર કરોઃ માહિતી નિયામકને રજુઆત

 ગાંધીનગરઃ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા અખબારોને જાહેર ખબર ફાળવવા અંતર્ગત જાહેર ખબરની નીતિ સને ૨૦૦૬માં ઘડવામાં આવી હતી. જેને ૨૦૦૭માં થોડાઘણા સુધારા સાથે પુનર્ગઠિત કરવામાં આવી હતી. આ નીતિ અન્વયે જ તમામ અખબારોને જાહેર ખબરની ફાળવણી તથા જાહેરખબરની મંજૂરી આપવામાં આવે છે. આ વખતે માહિતી ખાતા દ્વારા વિજ્ઞાપનની પોલીસીની બહાર જઇને ઇન્કમટેક્ષ રીટર્ન અંગેની પોલીસી બહારની ક્ષતિ ઊભી કરવામાં આવી છે. જે અંતર્ગત આ પ્રક્રિયાનો વિરોધ કરવા સમગ્ર રાજયભરમાંથી અનેક અખબારોના તંત્રી-પ્રકાશકો મોટી સંખ્યામાં ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે એકત્રિત થયા હતા. અહીં સૌ તંત્રી પ્રકાશમિત્રોએ એકત્રિત થઇને માહિતી નિયામકશ્રીની કચેરીએ જઇને નિયામકશ્રીને આ અંગે સરળીકરણ અને જાહેરખબરની નીતિ મુજબ જ ચાલવા અનુરોધ કરી તે મુજબ જ તમામ અખબારોની જાહેર ખબર રિન્યુઅલ કરવા રજુઆત કરી હતી. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(4:04 pm IST)