Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

અમૂલ ડેરીએ અમેરિકામાં નવો પ્લાન્ટ ખરીધો

પ્રથમ ભારતીય ડેરી ખુલશે, ટૂંક સમયમાં ડેરી પ્રોડકશન શરૂ થશે

આણંદ,તા.૧૩: સૌથી મોટી ભારતીય ડેરી અમૂલે અમેરિકાના વિસ્કોન્સિમાં ડેરી પ્લાન્ટ ખરીદ્યો છે. અમુલે ડેરીએ નવો ડેરી પ્લાન્ટ સ્થાપવા કવાયત હાથ ધરી છે.

અમેરિકાના વિસ્કોન્સિન્સમાં પહેલી ભારતીય ડેરી ખોલવામાં આવશે. અમૂલ ડેરીના અધિકારીએ કહ્યું કે ટૂંક સમયમાં ડેરી પ્રોડકશન શરૂ કરવામાં આવશે. વિસ્કોન્સિ અમેરિકાના કુલ ચીઝ ઉત્પાદનમાં ૨૭ ટકા ઉત્પાદન સાથે સૌથી વધુ ઉત્પાદન કરતુ રાજય ગણાય છે. અમુલ ડેરીના વાઈસ ચેરમેન, ડિરેકટર્સે યુએસની મુલાકાત લીધી હતી. આ પહેલા અમૂલ ડેરીએ એનઆરઆઈ સાથે કરાયેલા કરાર આધારિત ન્યૂજર્સી પાસે આવેલા વોટરલૂ ખાતે ડેરી પ્લાન્ટમાં ઘી અને પનીરનું ઉત્પાદન શરૂ કર્યું હતું.

અમુલ ડેરીના ચેરમેને રામસિંહે પરમારે જણાવ્યું કે યુસએસમાં નવો પ્લાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અનુસાર અમે આગળ વિચારણા કરી રહ્યા છીએ. ન્યૂયોર્ક અને ન્યુજર્સીમાં ગુજરાતીઓની ડિમાન્ડ વધુ રહે છે. યુએસમાં અમૂલની પેદાશ ઝડપી અને તાજી મળી રહે તે હેતુથી નવો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમૂલ ડેરી ઉદ્યોગોની પહેલી કંપની બની ગઈ છે. જે વિદેશી ધરતી પર પોતાનો પ્લાન્ટ બનાવી રહી છે.(૩૦.૧૨)

(3:55 pm IST)