Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

સુરતના લીબાયત વિસ્તારમાં ગણેશજીની શોભાયાત્રામાં વીજકરંટ લાગતા યુવકનું મોત

શોભાયાત્રામાં ઝંડો હાઇન્ટેનશન લાઈનને અડીજતા 13 જેટલા લોકોને લાગ્યો વીજકરંટ

સુરતના લીંબાયત વિસ્તારમાં ગત રાતે એક યુવકનું વીજકરંટથી મોત નિપજ્યુ છે. દુંદાળા દેવના આગમન પૂર્વે શોભાયાત્રા કરીને શ્રીજીની સવારી કાઢી હતી. જેમાં લીંબાયત સ્થિત ગોદાદરા વિસ્તારમાં આવેલા આસ્તિક નગરથી પણ શ્રીજીની વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

  શોભાયાત્રામાં યુવકો હવામાં પોતાનો ઝંડો ફરકાવી રહ્યા હતા.ઝંડો નજીકમાં આવેલા હાઇન્ટેનશન લાઈનને અડી પડ્યો જેથી કુલ તેર જેટલા લોકોને વિજ કરંટ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો . જેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં રાજકુમાર પટેલ નામના યુવકને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકના સંબંધી અને મિત્રોએ સ્મીમેરના હોસ્પિટલના તબીબો સામે પણ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

(1:04 pm IST)
  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્યો - નેતાઓ બળદગાડા સાથે વિધાનસભા પહોંચ્યા : અનોખો વિરોધ - દેખાવ : પોલીસે રોકયા તો બેરીકેટ્સ હટાવી આગળ વધ્યા : કાર્યકરોની સાથે બળદગાડામાં ભોજન લીધુ access_time 3:44 pm IST

  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST