Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

૨૨મીથી શરૂ થશે ઘોઘા - દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ

અમદાવાદ તા. ૧૩ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા દહેજ વચ્ચેની રો રો ફેરી સર્વિસ આગામી ૨૨ સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. ૨૦૧૫માં કોરિયા ખાતે ૪૦૦૦ ટનનું બનેલું વોયેજ સીમ્ફોની નામનું આ જહાજ હવે પેસેન્જર અને વાહનો સાથેનું ખરા અર્થમાં રો રો ફેરી સર્વિસમાં શરૂ થશે.

જેમાં ૬૦ ટ્રક , ૩૫ બસ સાથે ૫૨૫ જેટલા પેસેન્જરો દિવસમાં ત્રણ વખત દહેજથી ઘોઘા અને ઘોઘાથી દહેજ આવજાવ કરી શકશે .ભાવનગરથી દહેજ વચ્ચે બાય રોડનું અંતર ૬ કલાકથી પણ વધુ છે.પરંતુ દરિયાઈ માર્ગે આ અંતર ઘટી જાય છે.

રો રો ફેરીમાં ટ્રક, બસ, મોટર, કાર, બાઈક જશે. રો રો ફેરીમાં ગુડઝની સાથોસાથે પ્રવાસીઓ માટે ત્રણ પ્રકારે હ્લકલાસ રાખવામાં આવ્યા છે. જેમાં બિઝનેસ કલાસ, એકિઝકયૂટિવ કલાસ, ઇકોનોમિ કલાસનો સમાવેશ થાય છે.

ઘોઘાથી દહેજ વચ્ચેનું ૩૨ નોટીમાઈલનું અંતર આ જહાજ માત્ર એક કલાકમાં જ પૂરૂ કરશે જેને કારણે સમય અને નાણાનો બચાવ થશે.(૨૧.૧૨)

(11:32 am IST)