Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પારણા કર્યા બાદ હાર્દિક પટેલ પહોંચ્યો ગાંધી આશ્રમ : ગાંધીજીની પ્રતિમા પર આંટી ચડાવી રેંટિયો કાત્યો

પારણા કર્યા બાદ હાર્દિક પટેલ પહોંચ્યો ગાંધી આશ્રમ : ગાંધીજીની પ્રતિમા પર આંટી ચડાવી રેંટિયો કાત્યો

અમદાવાદ :19 દિવસના ઉપવાસ બાદ હાર્દિકે પારણા કર્યા હતા.બાદમાં હાર્દિક ગાંધી આશ્રમ  સાબરમતી પહોંચ્યો હતો. હાર્દિકે ગાંધીની પ્રતિમા પર આંટી ચડાવી અને રેટીયો પણ કાત્યો હતો. હાર્દિકે ગાંધી આશ્રમની નોંધ પોથીમાં પણ પોતાની અભિવ્યક્તિ કરી હતી

    હાર્દિકે આશ્રમની મુલાકાત બાદ કહ્યું કે જ્યા સુધી ગાંધીના કહ્યા માર્ગ પર ચાલુ નહીં ત્યા સુધી મને આ આશ્રમમાં પગ મુકવાનો કોઈ અધિકાર નહોતો. આજે મારા ઉપવાસ બાદ મને ગાંધી સાચી રીતે સમજાયા છે.

   એવું પણ સૂચન કર્યું કે સપ્તાહમાં જેટલો પણ સમય મળે આ ગાંધી ભૂમિ પર આવવું જોઈએ. ગાંધી આશ્રમ પર આવીને બેસવાથી સત્યના વિચારો મજબૂત અને લડાઈ લડવાનો આત્મવિશ્વાસ વધે છે. તો હજુ વધુને વધુ હુ ગાંધીને સમજવાની કોશિશ કરીશ તેવું પણ હાર્દિકે ભાવ રજૂ કર્યો છે.

(9:36 pm IST)
  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST

  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST