Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

નવસારીના વિજલપોરમાં ડેન્ગ્યુનો કહેર :જિલ્લા આરોગ્ય તંત્ર દોડ્યું

સફાઈ અભિયાન સાથે ઘેર ઘેર સર્વે હાથ ધરાયો :વરસાદી પાણીના ખાબોચીયાંથી રોગચાળો

નવસારીમાં વિજલપોર શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે શહેરની જય શક્તિ સોસાયટીમાં ડેન્ગ્યુના 8 કેસો હોવાનું જણાયું છે. વિજલપોર પાલિકાની મદદથી સફાઇ અભિયાન છેડી ઘરે ઘરે સર્વે પણ હાથ ધર્યો છે.

 શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણીના ખાબોચિયાઓમાં મચ્છરો અને માખીઓના ઉપદ્રવને કારણે લોકોને બીમારીઓનો ભોગ બનવું પડે છે. શહેરના રામનગર નજીક આવેલી જય શક્તિ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલયેલું છે.સાથે ખુલ્લા પ્લોટોમાં વરસાદી પાણીનો ભરવો રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે સોસાયટીની 900 થી વધુની વસ્તીમાં સામાન્ય તાવ, મેલેરિયાનો વાવર જોવા મળ્યો છે.

(7:15 pm IST)