Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ગુનો ગાડી નહીં પરંતુ કેસમાં સંડોવાયેલ માણસ કરે છેઃ નડિયાદ પોલીસે દારૂના કેસમાં ઝડપેલી કાર છોડી મુકવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ: દારુની હેરાફેરી કરતા નડિયાદ પોલીસે પકડેલી હોન્ડા BRV કારને છોડી દેવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે, ગુજરાત સરકારના કાયદા અનુસાર, દારુના કેસમાં પકડાયેલું કોઈપણ વાહન કેસ પૂરો થાય ત્યાં સુધી વાહન પોલીસની કસ્ટડીમાં રહે છે. જોકે, કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપતા દારુના કેસમાં પકડાયેલા હજારો વાહનોના માલિકો માટે એક નવી આશા જાગી છે.

ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ગુનો ગાડી નહીં, પરંતુ કેસમાં સંડોવાયેલો માણસ કરે છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો ખૂલ્લી જગ્યામાં કોઈ મેઈન્ટેનન્સ વિના મૂકી રખાય છે, અને કેસ પૂરો થાય ત્યાં સુધી તો વાહનો ભંગાર થઈ ગયા હોય છે. તેવામાં કેસ પૂરો થાય ત્યાં સુધી વાહન જાપ્તામાં રાખવા કરતા તેને શરતો સાથે છોડી દેવું જોઈએ.

પ્રોહિબિશનના કેસમાં પકડાયેલી ગાડીને છોડાવવા માટે તેના માલિક દ્વારા અગાઉ નડિયાદ સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી. જોકે, કોર્ટમાં સરકારે એવી દલીલ કરી હતી કે, કલમ 98 અનુસાર, ગુનામાં વપરાયેલા વાહન પરત કરવા પર પ્રતિબંધ છે, અને વાહન છોડવા કોર્ટની હુકુમત ક્ષેત્રમાં નથી આવતું. નીચલી કોર્ટમાં અરજી રદ્દ થતાં વાહન માલિક હાઈકોર્ટ પહોંચ્યા હતા.

બંને પક્ષોની દલીલ સાંભળીને જસ્ટિસ આરપી ધોલરિયાએ કહ્યું હતું કે, દારુના ગુનામાં ટ્રાયલ ચાર-પાંચ વર્ષ ચાલતી હોય છે. તેવામાં જો વાહન આટલો સમય ખૂલ્લામાં પડ્યું રહે તો તે વાપરવા લાયક નહીં રહે. કોર્ટે વાહન માલિકને તેના મૂલ્ય જેટલી શ્યોરિટી જમા કરાવવા ઉપરાંત, જ્યારે પણ જરુર પડે ત્યારે ગાડી કોર્ટ કે પોલીસ સમક્ષ હાજર કરવાની બાહેંધરી આપવાની શરતે ગાડી છોડી દેવા આદેશ કર્યો હતો.

(5:02 pm IST)
  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST

  • સુરત;વેડરોડ સિંગણપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું ડીમોલેશન; સિંગણપોર ચાર રસ્તા પર આવેલી દુકાનોના પાર્કિંગની જગ્યા પર કરાયેલા દબાણને દૂર કરાયું ;મોટા પ્રમાણ માં ઓટલા હોર્ડિંગસ તોડી પાર્કીંગ ખુલ્લું કરાયું access_time 12:03 am IST