Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

અમદાવાદમાં પતિ અને ગર્લફ્રેન્ડના અનૈતિક સંબંધો માટે ટોકતા કથિત ગર્લફ્રેન્ડના ભાઇઓએ પરિણીતા સાથે અણછાજતુ વર્તન કરીને કપડા ફાડી નાખ્યા

અમદાવાદઃ શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાં 32 વર્ષની મહિલાએ પોતાના પતિની ગર્લફ્રેન્ડ અને તેના ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોલેસ્ટેશનનો આરોપ મુક્યો છે. 10 વર્ષની એક છોકરીની માતા એવી મહિલાએ કહ્યું કે, ‘તેના પતિ અને તેમની ગર્લફ્રેન્ડને અનૈતિક સંબંધો માટે ટોકતા કથિત ગર્લફ્રેન્ડના ભાઈઓએ પરણિતા સાથે અણછાજતુ વર્તન કરી તેના કપડા ફાડી નાખ્યા હતા.’

ફરિયાદ મુજબ પરણિતાના પતિનું એક અન્ય યુવતિ સાથે અફેર હતું અને તેના કારણે જ્યારે પરણિતાએ પોતાના પતિ અને યુવતિને ટોક્યા તો પતિની કથિત ગર્લફ્રેન્ડ અને તેના ભાઈઓએ મહિલાને તેના ઘર પાસે રોડ પર રોકી તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ઝપાઝપી દરમિયાન પતિની કથિત ગર્લફ્રેન્ડના ભાઈઓએ તેનું ટોફ ફાડી નાખ્યાનો પણ મહિલાએ આરોપ મુક્યો હતો.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબજ્યારે મે મારા પતિને પૂછ્યું કે શા માટે તેઓ પોતાની અડધી સેલેરી તે યુવતિને આપે છે ત્યારે તેમણે મને માર માર્યો હતો અને પછી ઘરની બહાર ચાલ્યા ગયા હતા. જેના થોડા સમય બાદ તેમની ગર્લફ્રેન્ડ જે અમારા ઘરની સામે રહે છે તે અને તેના ભાઈઓ મારા ઘરમાં ધસી આવ્યા અને મને કહ્યું કે તેમની બહેન મારા પતિ સાથે જે રીતે સંબંધ રાખે છે તેમ મારે પણ તેમની સાથે સંબંધ રાખવો જોઈએ.’

ફિરયાદીના જણાવ્યા મુજબજો કે મે પ્રતિકાર કરીને કથિત ગર્લફ્રેન્ડના ચારિત્ર પર સવાલ ઉઠાવતા તેના બંને ભાઈઓ પૈકી એકે મારા વાળ પકડ્યા અને મને અંદરની તરફ ખેંચી જ્યારે બીજાએ મારું ટોપ ફાડી નાખી મારી સાથે અણછાજતું વર્તન કર્યું હતું.’ જે બાદ તે નારોલ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી.

(5:01 pm IST)