Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

દાંતીવાડમાં ચાલતા રેતી ખનનની પ્રવૃત્તિ પર તંત્રનું મૌન

દાંતીવાડા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર ખનન મામલે અનેક રજુઆતો મળતા જિલ્લા કલેક્ટર કાર્યવાહી કરવા આદેશ આપતા ધાનેરા પ્રાંત અધિકારીએ દાંતીવાડા સર્કલ ઓફિસર ગંગેશ્વર મહાદેવ નજીક સિપુ નદીવાળા વિસ્તારમાં રેડ કરી હતી. નદીમાં રેડ દરમિયાન નંબર વગરનું હિટાચી મશીન ગેરકાયદેસર ખનન કરતા ઝડપી પાડયું હતું. સમગ્ર અહેવાલ સર્કલ દ્વારા જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને મોકલી આપ્યો હોવા છતાં  હોવા છતાં જિલ્લાનું ખાણ ખનીજ વિભાગના અધિકારી હજી સુધી ખનનવાળી જગ્યાએ ફરક્યા પણ નથી અને સમગ્ર તપાસમાં મૌન સેવી રહ્યા છે. 

દાંતીવાડા તાલુકાની સીપુ નદીમાં ગેરકાયદેસર રીતે ચોરી થતી હોવાની જિલ્લા ખાણ ખનીજ વિભાગને અનેકવાર ખનીજ માફીયા દ્વારા ગેરકાયદે  હિટાચી, જેસીબી મશીનોથી ખનન કરી ભારે વાહનો તેમજ ટ્રેક્ટરો દ્વારા ખનન કરવાની વારંવાર ફરિયાદો કરવામાં આવી  હતી.  નદીમાં પુલની બાજુમાં ખનન મામલો જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના ધ્યાને આવતા સ્થાનિક મામલતદાર આઈ.એમ. ઠાકોરને તપાસ કરી ખનન કરતા શખ્સ  વિરુધ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પરંતુ મામલતદાર ટીમ સાથએ પહોંચતા ખનન માફીયા પોતાનું હિટાચી મશીન, ટ્રક, ટ્રેક્ટરો લઈ ફરાર થઈ ગયો હતો.

(4:51 pm IST)