Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સાબરકાંઠાના તલોદ પંથકમાં ફૂલ સ્પીડે બાઈક ચલાવી મહિલાના ગળામાંથી ચેનની તસ્કરી કરનાર ગુનાહનો ભેદ ઉકેલાયો

સાબરકાંઠા:ના હિંમતનગર તથા તલોદ પંથકમાં કેટલાંક અજાણ્યા શખ્સો સ્પીડ બાઈકની મદદથી મહીલાઓના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરી ભાગી જતા હતા.

જે અંગેની ફરિયાદ પોલીસના ચોપડે નોધાયા બાદ એલ.સી.બીએ બાતમીને આધારે એક સગીર સહિત ત્રણ શખ્સોને હિંમતનગરમાંથી સોમવારે ઝડપી લઈ રૃા.૩.૩૬ લાખનો મુદ્દામાલ કબજે લઈ ત્રણ જિલ્લાઓમાં થયેલી ૧૩ ચેઈન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. 

 હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાંથી પંદર દિવસ પહેલા એક બાળકિશોર તથા તેના મિત્રએ સ્પીડ બાઈક પર આવીને એક્ટીવા પર જતી મહીલાના ગળામાંથી સોનાનો દોરો તોડીને ભાગી ગયા હતા તથા દોઢ વર્ષ પહેલા પણ બાળકિશોર અને તેના મિત્રએ હિંમતનગરની ગોલ્ડન પાર્ક સોસાયટીના નાકેથી પસાર થતી એક મહીલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ થઈ હોવાની ફરીયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ એલ.સી.બીએ સ્પીડ બાઈકના માલિકો અંગે અભ્યાસ કર્યા બાદ વધુ તપાસ આદરી હતી. 

 

(4:51 pm IST)
  • સુરત રેન્જ આઈજીએ સુરત રૂરલના 2 પોલીસ અધિકારીને કર્યા સસ્પેન્ડ:માંડવીના ના મહિલા PSI એસ.એમ.માલ તેમજ સુરત રૂરલ એલ.સી.બી પી.આઈ બી.જે.સરવૈયાને કર્યા સસ્પેન્ડ: આર.આર સેલ ની ટીમે રેડ કરી માંડવી વિસ્તારમાંથી ૪૦ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. access_time 11:02 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST