Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

માંગરોળના વાલેસામાં ટ્રેકટર પાછળ આઇશર ધડાકાભેર અથડાતા બે મોતને ભેટ્યા

માંગરોળ:તાલુકાના વાલેસા ગામના પાટીયા પાસે ને.હા.નં.૪૮ પર મજુરો લઈ ઈંટ ભરવા જતા રોડ ઉપર ઉભેલા ટ્રેકટરની પાછળ પુરઝડપે આવેલા આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાવી દેતા ટ્રેકટર નજીક ઉભેલા મજુર અને ટેમ્પાચાલક બંનેના સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે ટ્રેકટર ચાલક અને ૪ મજુરને ઈજા થતા સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

મંગલવારે સવારે ટ્રેકટર (નં.-જીજે-૪-સીઆર-૮૬૧૨) ના ચાલક સુરેશભાઈ પોતાના ટ્રેકટરમાં ઈંટ ભરવાના મજુરો મહેશ ઈશ્વરભાઈ ઓડ (ઉ.વ.૨૧) જનકબેન ઉદેસીંગ ઓડ, ઈંદુબેન ભરતભાઈ ઓડ, સીતાબેન ઈશ્વરભાઈ ઓડ (તમામ રહે-મોટી નરોલી, વાણેસા પાટીયા, તા. માંગરોલ) ને બેસાડીને ઈંટો ભરવા જવાના હતા.

(4:50 pm IST)
  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST

  • ધંધુકા રાણપુર રોડ ઉપર જીઆઈડીસી નજીક રોડ સાઈડના ઝાડ સાથે ઈનોવા કાર અથડાઈ: કાર ચાલક તથા તેની બાજુમાં બેઠેલા શખ્સને ગંભીર ઈજા થતાં તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા access_time 12:41 am IST