Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

વડોદરા: પતિથી દૂર થયેલ પરિણીતાને ફોસલાવી પરિચિત યુવક પર્સ સેરવી છૂમંતર

વડોદરા:પતિથી મતભેદ થતાં તેનાથી અલગ બહેનપણીઓ સાથે પૂનામાં રહેતી યુવતી અત્રે આવીને તેના પરિચિત યુવક સાથે આણંદ અને ગોવા ફરવા ગઈ હતી. ગોવાથી ફરીને આવ્યા બાદ યુવતી રાત્રે બ્યુટીપાર્લરમાં જતા બહાર બેઠેલો તેનો પરિચિત યુવક તેનું સાચવવા માટ આપેલુ પર્સ લઈને ફરાર થયો હતો. 

શહેરના સયાજીગંજ પરશુરામ ભટ્ટામાં રહેેતી ૨૬ વર્ષીય વર્ષા કિશોરભાઈ સુરોષે (ગાયકવાડ)નું લગ્ન પુનાના આંનદવાડીમાં રહેતા કિશોર ચંદ્રકાત સુરોષે સાથે થયા છે. પતિ સાથે મતભેદ હોઈ વર્ષા હાલમાં પુનામાં બહેનપણીઓ સાથે રહે છે અને પુનામાં સેલ્સગર્લ તરીકે ફરજ બજાવે છે.

વર્ષા અગાઉ માંજલપુરાના કોલ સેન્ટરમાં નોકરી હતી તે સમયે તેની બહેનપણી વર્ષા જે હાલમાં દુબઈમાં છે તેના મારફત ભરૂચના રહીશ મુસ્તાકઅલી ચૈાહાણ જે હાલમાં નવાયાર્ડમાં રહે છે તેની સાથે પરિચય થયો હતો. ત્યારબાદ તે મુસ્તાકઅલી સાથે સોશ્યલ મિડિયા મારફત સંપર્કમાં હતી અને તેને આણંદમાં રૂબરુ મળી હતી. 

(4:49 pm IST)
  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST

  • નવી એપલ વોચ-4 લોન્ચ:ઇસીજી ,ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેવા અદભૂત નવા ફીચર્સ:૬૪ બીટ ડ્યુઅલ કોર પ્રોસેસર:એક્સીલેરોમીટર,જાયરોસ્કોપ જેવા નવા ફીચર્સ લોન્ચિંગ ઇવેન્ટ ટ્વિટર ઉપર લાઈવ access_time 12:04 am IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST