Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ખેડા-ધોળકા રોડ નજીક અજાણ્યા વાહનની એક્ટિવા ચાલકનું મોત: બેને ગંભીર ઇજા

ખેડા:ખેડા-ધોળકા રોડ ઉપર ગઈકાલે રાત્રે રસિકપુરા નજીક અજાણ્યા વાહને એક્ટીવાને ટક્કર મારતાં પતિ-પત્ની અને દીકરીને ઈજા થઈ હતી. જે પૈકી ગંભીર રીતે ઘવાયેલ એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના વારસંગમાં રહેતા અંકિતભાઈ જયદીપભાઈ વ્યાસ ગઈકાલે રાત્રે પત્ની ઉષાબેન તથા દીકરી શ્રેયાને એક્ટીવા નં. જીજે-૭-બબીએલ-૮૮૮૧ ઉપર બેસાડી અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રીના સાડા આઠ વાગ્યાના સુમારે ખેડા-ધોળકા રોડ પરથી પૂરઝડપે હંકારી અજાણ્યા વાહનચાલકે વારસંગ નજીકથી પસાર થતા એક્ટીવાને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી એક્ટીવા સવાર દંપતી અને દીકરીને રોડ ઉપર ફંગોળાઈ જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ થવા પામી હતી. જે પૈકી અંકિતભાઈ વ્યાસ (ઉં.વ. ૨૬)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઉષાબેન તેમજ શ્રેયા (ઉં.વ. ૨)ને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

આ બનાવ અંગે ઉષાબેન અંકિતભાઈ વ્યાસની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ઘ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(4:49 pm IST)
  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST

  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST