Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત :એકનું મોત :ચારને ગંભીર ઇજા

સાવલીના પોઇચા ગામનજીક અકસ્માતમાં લકઝરીની પાછળ આવતી અન્ય બે લકઝરી બસ પણ અથડાઈ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગઇકાલે મોડી રાત્રે ત્રણ ખાનગી લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા સાવલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વધુ તપાસ હાથ ધરી હતી.

  મળતી માહિતી અનુસાર વડોદરા એક્સપ્રેસ રોડ પર સાવલીના પોઇચા ગામ પાસે ગઇ કાલે મોડી રાત્રે વડોદરાથી અમદાવાદ આવતી ખાનગી લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લકઝરીની પાછળ આવતી અન્ય બે લકઝરી બસને પણ અકસ્માત થયો હતો.

  અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર વ્યક્તિને ઇજા થતા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  અકસ્માતના પગલે એકસપ્રેસ-વે પર ટ્રાફિકજામ થયો હતો. ઘટનાની જાણ સાવલી પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી.

(1:13 pm IST)
  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST